ગામનો ઇતિહાસ

ગામનું નામ:-સૌપ્રથમ ગામમાં દલજાડેજા અટકવાળા દરબારીલોકો આવ્યા હતા અને ગામની પાસે એક પર્વત આવેલો છે. તેને ગામ લોકો તુંગી કહે છે.એટલે દલજાડેજા અટકમાંથી દલ અને તુંગી (પર્વત) બંને શબ્દોના સમન્વયથી દલતુંગી નામ પડ્યું.

અંતર:-દલતુંગી ગામ જામનગર જીલ્લાના લાલપુર તાલુકામાં આવેલું છે.લાલપુરથી ૨૦ કિ.મીના અંતરે આવેલું છે.

વસ્તી:-ગામની કુલ વસ્તી ૮૪૦ ની છે.ગામમાં મુખ્યત્વે હિન્દુ(દરબાર,આહિર,બ્રાહ્મણ,કોળી,ભરવાડ,રબારી,વાળંદ,કુંભાર,મેઘવાર,ચમાર) મુસ્લિમ(મુસલમાન ફકીર) અને જૈન ધર્મના લોકો વસવાટ કરે છે.

વ્યવસાય:- ગામના લોકો મુખ્યત્વે ખેતી,પશુપાલન અને મજૂરી કરીને ગુજરાન ચલાવે છે.

તહેવાર:- ગામના લોકો મુખ્યત્વે જન્માષ્ટમી,નવરાત્રી,દિવાળી,હોળી,રક્ષાબંધન,ઉતરાયણ,ઈદ અનેપર્યુષણનો તહેવાર ઉજવે છે.

*ગામમાં શાળા,ગ્રામપંચાયત,પંચાયત વાટિકા,પોસ્ટ ઓફીસ,પીર દરગાહ,જૈન દેરાસર અને વિવિધ મંદિરો આવેલા છે.

જોવાલાયક સ્થળ:-દલતુંગી ગામથી ૨ કિ.મીના અંતરે તુંગેશ્વર મહાદેવનું મંદિર નાના ડુંગર પર આવેલું છે.પિકનિક મનાવવા માટેના આ સુંદર સ્થળે જન્માષ્ટમી વખતે ખુબ જ સુંદર મેળો ભરાય છે.

શાળાની માહિતી:-શાળાની સ્થાપના ૨૦/૦૭/૧૯૫૩ ના રોજ થઇ હતી,શાળામાં અત્યારે ૧ થી ૮ ધોરણ છે,તેમાં ૫ શિક્ષકો કામ કરે છે,શાળામાં ચાર રૂમ છે.

સૌભાગ્ય:-ગામમાં બધા ધર્મના(હિન્દુ,મુસ્લિમ,જૈન) લોકો હળીમળીને રહે છે, ગામમાં બધા ધર્મો વચ્ચેની એકતા એ ગામનું સૌભાગ્ય છે.


શ્રી દલતુંગી પ્રાથમિક શાળા પરિવાર આપનું
હાર્દિક સ્વાગત કરે છે

19 માર્ચ, 2013

બાલમેળો-૨૦૧૩

 કુલ્ફીની સળીમાંથી સર્જનાત્મક પ્રવૃત્તિ
 કુલ્ફીની સળીમાંથી સર્જનાત્મક પ્રવૃત્તિ


શાકભાજીમાંથી છાપકામ કરતા બાળકો

શાકભાજીમાંથી છાપકામ કરતા બાળકો

કાગળની ડીશમાંથી ઢીંગલી બનાવતા બાળકો

કાગળની ડીશમાંથી ઢીંગલી બનાવતા બાળકો

કાગળની ડીશમાંથી ઢીંગલી બનાવતા બાળકો

ચિત્રકામ કરતા બાળકો

7 ડિસે, 2012

દાતાશ્રીનો આભાર

દાતાશ્રી ભાવેશભાઈ

દાતાશ્રી પાસેથી  બાળકો માટે ભેટ સ્વીકારતા શિક્ષકમિત્રો
દાતાશ્રી ભાવેશભાઈએ ૦૫/૧૧/૨૦૧૨ ના રોજ અમારી શાળામાં આવીને બાળકો માટે ૨૦૦ નંગ (નોટબૂક,પેન્સિલ,રબર ) ની સપ્રેમ ભેટ આપેલી,જેનું શાળા પરિવાર તરફથી ૦૭/૧૨/૧૨ ના રોજ બાળકોને વિતરણ કરવામાં આવ્યું છે.
     શાળાના શિક્ષકગણ અને બાળકો તરફથી ભાવેશભાઈનો ખુબ ખુબ આભાર અને તેઓ તેમના જીવનમાં ખુબ પ્રગતિ કરો તેવી હૃદયપૂર્વક ભગવાનને શાળા પરિવાર તરફથી પ્રાર્થના.
બાળકોને નોટબૂક,પેન્સિલ ,રબર આપતા દાતાશ્રી

દાતાશ્રી દ્વારા આપેલી ભેટનું બાળકોને વિતરણ કરતા શિક્ષકો

દાતાશ્રી દ્વારા આપેલી ભેટનું બાળકોને વિતરણ કરતા શિક્ષકો

દાતાશ્રી દ્વારા આપેલી ભેટનું બાળકોને વિતરણ કરતા શિક્ષકો

5 સપ્ટે, 2012

શિક્ષક દિન

ધોરણ-૮ ના બાળકોને ભણાવતા કુ.ભૂમિકાબા

ધોરણ-૫ ના બાળકોને ભણાવતા કુ.કિંજલબા

ધોરણ-૧ ના બાળકોને ભણાવતા કુ.મૈયાબેન

ધોરણ-૫ ના બાળકોને ભણાવતા શ્રી છત્રપાલભાઈ

ધોરણ-૨ ના બાળકોને ભણાવતા કુ.શાંતુબા

ધોરણ-૪ના બાળકોને ભણાવતા શ્રી કૌશિકભાઈ

15 ઑગસ્ટ, 2012

આપણો રાષ્ટ્રીય તહેવાર

ઝંડા ઊચા રહે હમારા
દેશભક્તિનો  જોશ નારા સાથે


સ્વાગતગીત કરતી બાળાઓ


"आसमान गिरा" पेस करते कक्षा-५ के छात्र

ઉષ્ટ્રાષન કરતા બાળકો

ચક્રાષન કરતી બાળાઓ

"Do the honky ponky"અભિનય ગીત રજુ કરતી બાળાઓ

ઝડપી નિર્ણય કરતી અમારી કોર્ટનું નાટક રજુ કરતા શાળાના બાળકો

ઝડપી નિર્ણય કરતી અમારી કોર્ટનું નાટક રજુ કરતા શાળાના બાળકો

ગામના વડીલશ્રી બાળકોને માર્ગદર્શન આપતા
ગામના વડીલશ્રી બાળકોને માર્ગદર્શન આપતા


3 ઑગસ્ટ, 2012

शुक्रिया

छात्रों को toothpaste&toothbrush देते हुई
छात्रों को toothpaste&toothbrush देते हुई











आज हमारे यहाँ CFC operation(Reliance) से कुछ मेहमान आये थे/ उन्होंने कुछ वक्त हमारे साथ बिताया/ और हमारे बच्चो को Toothpastes,Toothbrushes,Compass boxes,Writing pades&Chocolates दिए/
उसके अलावा उन्होंने बच्चोको नसीहत भी दी की इस उम्र में पठाईं कितनी अहमियत रखती है/और अच्छी पठाईं करने से जिंदगी में तरक्की होती है/ 
 हमारा पूरा पाठशाला परिवार उनका ह्रदय से आभार प्रकट करता है/क्योकि एसी चीजे बच्चो को हररोज पाठशाला में आने को प्रेरित करती है/और अपनी पठाईं अच्छी तरह करने के लिए प्रोत्साहित करती है/


























छात्रों को writing pad देते हुई
छात्र तोहफे पाके खुश

1 ઑગસ્ટ, 2012

અમારી રક્ષાબંધન

અમે આજે એક દિવસ પહેલા શાળામાં રક્ષાબંધનના તહેવારની ઉજવણી ખુબ આનંદ અને ઉત્સાહથી કરી.બાળકોએ તેમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો.

 રક્ષાબંધન  ભાઈબહેનના પ્રેમનો તહેવાર છે.

રક્ષાબંધન શ્રાવણ મહિનાની પૂનમના દિવસે આવે છે.'રક્ષાબંધન' ને 'વીરપસલી' પણ કહે છે.


શાળામાં રક્ષાબંધનની ઉજવણીથી બાળકોમાં પરસ્પર ભાઈચારો વધે છે.એકબીજા પ્રત્યે પ્રેમ અને લાગણીના તાંતણે જોડાય છે.રક્ષાબંધનએ સામાજિક તહેવાર છે.અમારી શાળામાં હિન્દુ,મુસ્લિમ,જૈન ધર્મના બાળકો આવે છે.માટે આવા તહેવારોની શાળામાં ઉજવણી કરવાથી નાનપણથી જ બાળકોના મનમાં બધા ધર્મ પ્રત્યે માન અને એકબીજા પ્રત્યે ભાઈચારાની ભાવના વધે છે.
               રક્ષાબંધન સૌને આનંદ આપતો ધાર્મિક તહેવાર છે.    

બહેનો ભાઈઓને રાખડી બાંધતા







13 જુલાઈ, 2012

સુલેખન સ્પર્ધા

 આજ રોજ તા.૧૩/૦૭/૨૦૧૨ એ શ્રી દલતુંગી પ્રાથમિક શાળામાં ધોરણ ૨ થી ૮ ના વિદ્યાર્થીઓની સુલેખન સ્પર્ધા યોજવામાં આવી. જેમાં બધા જ વિદ્યાર્થીઓએ  ખુબ જ ઉમંગથી ભાગ લીધો.
 
    મહાત્મા ગાંધીએ  કહ્યું છે કે" ખરાબ અક્ષર એ અધૂરી કેણવણીની નિશાની છે".માટે બાળકોના અક્ષર વધુ સારા થાય અને તેઓ વધુ સારા અક્ષર કાઢવા પ્રેરાય તે આ સ્પર્ધાનો મુખ્ય હેતુ હતો.


સુલેખન કરતા વિદ્યાર્થીઓ
                    
                         સુલેખન સ્પર્ધા શરૂ કરતા પહેલા બાળકોને સાદી ભાષામાં સમજાવ્યું કે ગુજરાતી,હિન્દી અને સંસ્કૃત ભાષામાં લીટી ને લટકતા હોય તેમ અને અગ્રેજી ભાષામાં લીટી પર બેસી ગયા તેમ લખવું તેમજ બે   શબ્દો વચ્ચે યોગ્ય અંતર ,વિરામચિહ્નોનો યોગ્ય ઉપયોગ કરવો ,યોગ્ય જગ્યાએ ફકરો પાડવો વગેરે માહિતી આપી.
                                                                          શ્રેષ્ઠ સુલેખનનો નમુનો

                       ધોરણ-૬ લાઠીયા મોહિત ભગવાનજી